કલર્સ ટીવીના હિટ રિયાલિટી શો ‘બિગ બોસ’ ની નવી સીઝન હવે સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. નિર્માતાઓએ “બિગ બોસ ૨૦” ના કાઉન્ટડાઉનને ચિન્હિત કરીને શોની સત્તાવાર જાહેરાત કરી છે. બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર લોકપ્રિય રિયાલિટી શોનું આયોજન કરશે અને સ્પર્ધકોને ઠપકો આપશે. સલમાન ખાન સતત ૧૬ સીઝનથી આ શોનું આયોજન કરી રહ્યો છે, અને દર્શકો ટેલિવિઝન પર તેના પાછા ફરવા માટે ઉત્સાહિત છે. શોના નિર્માતાઓએ તાજેતરમાં તેના આઇકોનિક “આઇ” લોગોનું નવું સંસ્કરણ રજૂ કર્યું છે, જે આગામી સીઝનની પ્રથમ સત્તાવાર જાહેરાત છે.””બિગ બોસ ૨૦” ની જાહેરાતથી દર્શકો ઉત્સાહિત થયા છે જેઓ નિયમિતપણે રિયાલિટી શોને ફોલો કરે છે. બિગ બોસ ૨૦ કાલ ટીવી પર પ્રસારિત થશે, અને દર્શકો જિયો હોટસ્ટાર પર પણ શોનો આનંદ માણી શકશે. નિર્માતાઓએ હજુ સુધી પ્રીમિયર તારીખ જાહેર કરી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે સીઝન સપ્ટેમ્બર ૨૦૨૬ માં પ્રીમિયર થશે. ‘બિગ બોસ ૨૦’ ની જાહેરાત કરતા, એકસ (અગાઉ ટ્વિવટર) પર લખ્યું, “૨ દાયકા પછી પણ… તે સૌથી આઇકોનિક શો રહે છે બીગબોસ-૨૦, ટૂંક સમયમાં આવી રહ્યું છે!”નિર્માતાઓએ નવો લોગો રિલીઝ કરતાની સાથે જ, સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પર પોતાનો ઉત્સાહ વ્યક્ત કરવાનું શરૂ કર્યું. એક વપરાશકર્તાએ લખ્યું, “કેટલી સરસ મજા, રિયાલિટી શોના રાજા! આ સીઝન માટે ખૂબ ઉત્સાહિત.” બીજાએ કહ્યું, “બિગ બોસ ૨૦ અને સલમાન ખાનને ફરીથી જાવા માટે રાહ જાઈ શકતો નથી.” બીજી પોસ્ટમાં લખ્યું, “વાહ, કેટલો સરસ દેખાવ! “બિગ બોસ ૨૦” ની રાહ જાઈ શકાતી નથી. આશા છે કે આ વખતે વધુ અદ્ભુત સેલિબ્રિટીઝ જાડાશે.” આ પ્રકારની ટિપ્પણીઓ કરીને, વપરાશકર્તાઓ શો માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે અને કેટલાક મજબૂત સ્પર્ધકોની આશા રાખી રહ્યા છે.
બિગ બોસની નવી સીઝન દર્શકો માટે એક મોટું આશ્ચર્ય લાવી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે આ વર્ષે બિગ બોસનો સૌથી મોટો બહુભાષી રોલઆઉટ જાવા મળશે. આ વખતે, તે છ ભાષાઓમાં લોન્ચ થશે. નવી સીઝન હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બંગાળી વર્ઝનમાં સ્ટ્રીમ થશે. નોંધપાત્ર રીતે, બધા છ વર્ઝન એકસાથે લોન્ચ થશે. બિગ બોસની નવી સીઝન પર સ્ટ્રીમ થશે અને કલર્સ ટીવી અને નેટવર્ક પર પ્રસારિત થશે.સલમાન ખાન, વિજય સેતુપતિ, નાગાર્જુન, કિચ્ચા સુદીપ અને મોહનલાલ જેવી સેલિબ્રિટીઓ પોતપોતાની ભાષાના વર્ઝનને હોસ્ટ કરવા પાછા ફરશે. આ વર્ષે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પણ ફ્રેન્ચાઇઝમાં જાડાયા છે અને બંગાળી વર્ઝનને હોસ્ટ કરશે. બિગ બોસ હિન્દીની ૧૯મી સીઝનની વાત કરીએ તો, તેનો ગ્રાન્ડ ફિનાલે થયો. ૭ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજાનાર છે. અભિનેતા ગૌરવ ખન્ના બિગ બોસ ૧૯ ના વિજેતા બન્યા, જે હવે પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલા હાલમાં રિયાલિટી શો “લોકઅપ ૨” માં દેખાઈ રહી છે, જ્યાં તેણીએ ખુલાસો કર્યો કે તેણી અને ગૌરવ છૂટાછેડા લઈ રહ્યા છે. આકાંક્ષાની જાહેરાત પછી, ગૌરવ ખન્નાએ પણ શોમાં ભાગ લીધો હતો, જ્યાં તે આકાંક્ષાનો સામનો કરતો જાવા મળ્યો હતો. ત્યારથી, તેમનું અંગત જીવન સતત ચર્ચાનો વિષય રહ્યું છે.