સાવરકુંડલાના યુવકને ઢીકાપાટુ મારી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે મયુરભાઇ આલકુભાઇ ખુમાણ (ઉ.વ.૨૧)એ બાલશીંગભાઇ જયતાભાઇ બોરીચા (રહે. લુવારા) તથા કુલદિપભાઇ ખુમાણ (રહે. રામગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા તેમના ટ્રેક્ટરના ડ્રાઇવર, બંને જણા ખેતીના કામકાજ અર્થે જતા હતા તે દરમિયાન બંને આરોપીઓ અચાનક તેમની ફોરવ્હીલ ગાડી લઇને આવ્યા હતા અને ટ્રેક્ટર ઊભું રખાવ્યું હતું. બંને આરોપીઓએ તેમને તથા તેમના ડ્રાઇવરને જેમ-ફાવે તેમ ગાળો આપી, ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.





































