લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલનો નવા કાર્યકાળ માટેનો ભવ્ય પદગ્રહણ (ઇન્સ્ટોલેશન) સમારોહ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. સમારોહ દરમિયાન ક્લબના નવા હોદ્દેદારોએ હોદ્દાના શપથ ગ્રહણ કર્યા અને આગામી સમયમાં માનવસેવા, સામાજિક જવાબદારી અને લોકકલ્યાણના કાર્યોને વધુ અસરકારક રીતે આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં લાયન્સ પરિવાર ઉપરાંત શહેરના અગ્રણી મહાનુભાવો, સામાજિક કાર્યકરો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં લાયન્સ કલબ ઓફ અમરેલી(રોયલ)ના પ્રમુખ તરીકે રાકેશ નાકરાણી, રાજેશ ગઢીયાએ સેક્રેટરી તરીકે તેમજ રોહિત મહેતાએ ખજાનચી તરીકે હોદ્દાના શપથ લીધા હતા. નવા હોદ્દેદારોને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જેના ગવર્નર લાયન હાર્દિક મહેતાએ સત્તાવાર રીતે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ક્લબના નવા નેતૃત્વને શુભકામનાઓ પાઠવતા મહાનુભાવોએ જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી છે અને નવા કાર્યકાળમાં પણ સમાજને ઉપયોગી એવા અનેક લોકહિતના કાર્યો હાથ ધરવામાં આવશે. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ મહેમાન તરીકે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વસંતભાઈ મોવલિયાએ હાજરી આપી હતી. તેમણે પોતાના સંબોધનમાં લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવતી સેવાકીય
પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને નવા હોદ્દેદારોને સમાજહિતના કાર્યોમાં સતત સક્રિય રહેવા પ્રેરણા આપી હતી.સમારોહમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, સંજોગ ન્યુઝના તંત્રી સુરેશ દેસાઈ, ખોડલધામ અમરેલી જિલ્લાના પ્રમુખ રમેશભાઈ કાતરોટીયા, જુનાગઢ મંદિરના ટ્રસ્ટી રાજેશભાઈ માંગરોળિયા, સારથિ યુથ ક્લબ અને તપોવન આશ્રમના ફાઉન્ડર મુકેશભાઈ સંઘાણી, સમાજ અગ્રણીઓ કાંતિભાઈ વઘાસિયા અને દિનેશભાઈ ભુવા, ઝોન ચેરમેન કૌશિકભાઈ હપાણી, રીજન ચેરમેન વિજય વસાણી, ચાઈલ્ડહૂડ કેન્સરના ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન જયેશ પંડ્યા, લાયન્સ ક્લબ સિટીના પ્રમુખ લાયન નરોતમભાઈ સાકરીયા તેમજ લાયન્સ ક્લબ મેઈનના પ્રમુખ લાયન જતીનભાઈ સુખડિયા,પરેશભાઈ કાનપરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી અને ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવાની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યેશ વેકરીયા અને ભરત બાવીસીએ કર્યું હતું. સમારોહમાં લાયન્સ પરિવારના સભ્યો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું અને ઉપસ્થિતોએ નવા કાર્યકાળ માટે ક્લબને શુભેચ્છાઓ પાઠવી હતી.









































