તાપી જિલ્લાના સોનગઢ પંથકમાં ૨૦મી જુલાઈની વહેલી સવારે એક એવી દુઃખદ ઘટના બની જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો. જંગલની અમૂલ્ય સંપત્તિની રક્ષા કરતી વન વિભાગની ટીમ પર અચાનક આફત તૂટી પડી. ગેરકાયદે લાકડાં લઈને ભાગી રહેલા માફિયાઓનો પીછો કરતી વખતે એક ભીષણ માર્ગ અકસ્માતમાં ફરજ પર તૈનાત રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈ અને રેહાન ગામીત નામના યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું. આ સમાચારથી વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રમાં શોકનું મોજું છવાઈ ગયું.વન વિભાગને ચોક્કસ માહિતી મળી હતી કે તાપી રેન્જના જંગલમાંથી કિંમતી લાકડાં કાપીને તેની ગેરકાયદે હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીને ગંભીરતાથી લેતા ઇર્હ્લં વિકાસ દેસાઈ આખી રાત સતર્ક રહ્યા. ૨૦મી જુલાઈની વહેલી સવારે લગભગ ૪ થી ૫ વાગ્યાની વચ્ચે ઉકાઈ તરફથી એક શંકાસ્પદ ઈનોવા કાર આવતી દેખાઈ. જ્યારે ટીમે કાર રોકવાનો સંકેત આપ્યો તો ચાલકે વાહન ઉભું રાખવાને બદલે પૂરપાટ ઝડપે ભગાવી મૂક્યું. પોતાની ફરજ સમજીને ઇર્હ્લં વિકાસ દેસાઈ અને તેમના સાથી રેહાન ગામીતે હિંમત ન હારતાં તરત જ પોતાની ખાનગી કારમાં પીછો શરૂ કર્યો. બંને વચ્ચે સોનગઢ ચેકપોસ્ટ તરફ જારદાર રેસ થઈ.પીછો કરતી કાર અને લાકડાથી ભરેલી ઈનોવા સોનગઢ ઇ્ર્ં ચેકપોસ્ટ નજીક પહોંચી ત્યારે એક હૃદયદ્રાવક ઘટના ઘટી. રસ્તા પર પહેલાથી જ એક કન્ટેનર ઉભું હતું. ઝડપથી ભાગી રહેલી ઈનોવા કાર ધડાકાભેર આ કન્ટેનર સાથે અથડાઈ ગઈ. પાછળ જ આવી રહેલી ઇર્હ્લંની કાર પણ અથડાતા એક જારદાર ત્રિપલ ટક્કર થઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો. આ ગમખ્વાર ઘટનામાં આરએફઓ વિકાસ દેસાઈ અને ઈનોવામાં સવાર રેહાન ગામીતને ગંભીર ઈજાઓ થતાં તેઓએ ઘટનાસ્થળે જ પ્રાણ ગુમાવ્યા. બાદમાં તપાસ કરતાં શંકાસ્પદ ઈનોવામાંથી ગેરકાયદે કાપેલા કિંમતી લાકડાંનો મોટો જથ્થો મળી આવ્યો. લાકડા માફિયા કાર ચાલક ઘટના બાદ અંધારાનો લાભ લઈને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો.ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા. બંને મૃતદેહોનો કબજા લઈને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. નિઝર ઝોનના નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું કે પોલીસે અજાણ્યા લાકડા માફિયા સામે ગુનો નોંધી ફરાર કારચાલકની શોધખોળ તેજ કરી છે. સમગ્ર વન વિભાગમાં માતમ છવાયો છે. ખાસ કરીને આરએફઓ વિકાસ દેસાઈના આકસ્મિક અવસાનથી સહકર્મીઓ ગમગીન છે. મૂળ પાટણના રહેવાસી વિકાસ દેસાઈએ મ્ઈ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા બાદ વન વિભાગમાં જાડાયા હતા. તાપી જિલ્લામાં તેમની આ પહેલી પોસ્ટિગ હતી. તેઓ પોતાની પાછળ ગર્ભવતી પત્ની અને એક ચાર વર્ષના દીકરાને મૂકી ગયા છે. આ ઘટનાએ ફરી એકવાર જંગલમાં ગેરકાયદે લાકડા કાપવાની પ્રવૃત્તિ પર લગામ કસવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને ગુનામાં સંડોવાયેલા તમામ શખ્સોને ઝડપી લેવા માટે આગળની તપાસ ચાલુ છે.







































