અમરેલી શહેરના જિલ્લા પંચાયત રોડ પર માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવતા આ રોડ પર ૧૫ જુલાઈથી ૩૦ જુલાઈ ૨૦૨૬ સુધી વાહનોની અવરજવર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમરેલી નગરપાલિકા દ્વારા જિલ્લા ટ્રાફિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. રોડની કામગીરી ઝડપી અને સુરક્ષીત રીતે પુરી થાય તે માટે રોડના પ્રવેશ પોઇન્ટ પર જરૂરી બેરિકેડીંગ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવાની અપીલ કરવામાં આવી છે. કામગીરી દરમિયાન વાહનચાલકોને મુશ્કેલી ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા જરૂરી પગલા લેવાશે. નગરપાલિકાએ જણાવ્યું છે કે કામગીરી વહેલી પુરી થશે તો લોકોની સુવિધા માટે રોડ સમય પહેલા પણ ખુલ્લો મુકવામાં આવી શકે છે.







































