ગુજરાત સરકાર દ્વારા અશાંત ધારા અંતર્ગત એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં હવે ‘અશાંત ધારા’ના બદલે ‘સ્પેસિફાઈડ એરિયા’ (નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. આ વિસ્તારો નક્કી કરવા માટે એક ‘મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટી’ની રચના કરવામાં આવશે, જેની સલાહના આધારે જે વિસ્તારોમાં કોમી તણાવ હોય અને ભવિષ્યમાં સ્થળાંતરની સંભાવના જણાય ત્યાં આ કાયદો લાગુ કરાશે. મિલકત વેચાણની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કલેક્ટર કક્ષાએ તપાસ કરવામાં આવશે અને આ માટે એક સ્પેશિયલ ઇન્વેÂસ્ટગેશન ટીમ બનાવવામાં આવશે. તપાસ બાદ જ વેચાણની મંજૂરી મળશે, અને જા ગેરકાયદેસર રીતે મિલકત ટ્રાન્સફર થઈ હશે, તો તે રદ કરીને છ માસમાં રકમ પરત કરી મિલકતનો કબજા પરત લેવાની જાગવાઈ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા અંગેના વિસ્તૃત નિયમો સાથેનું નોટિફિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.સરકારના નવા નોટિફિકેશન મુજબ, હવેથી ‘અશાંત ધારા’ શબ્દ પ્રચલિત નહીં રહે. તેની જગ્યાએ ‘સ્પેસિફાઈડ એરિયા’ (નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ, કાયદાકીય પ્રક્રિયામાં ‘ભોગ બનનાર’ વ્યÂક્ત માટે ‘પર્સન અગ્રીવડ’ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.કોઈપણ વિસ્તારને ‘સ્પેસિફાઈડ એરિયા’ જાહેર કરતા પહેલા હવે એક ખાસ ‘મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટી’ની રચના કરવામાં આવશે. આ કમિટીની સલાહ અને ભલામણોના આધારે જ રાજ્ય સરકાર કોઈ વિસ્તારને ‘સ્પેસિફાઈડ એરિયા’ તરીકે જાહેર કરશે.જે વિસ્તારોમાં કોમી તણાવ રહેતો હોય અથવા ભવિષ્યમાં ત્યાંથી લોકોનું મોટા પાયે સ્થળાંતર થવાની સંભાવના હોય, તેવા વિસ્તારોને ખાસ ધ્યાન હેઠળ રાખીને ‘સ્પેસિફાઈડ એરિયા’ જાહેર કરવામાં આવશે.નવા નિયમો હેઠળ, ‘સ્પેસિફાઈડ એરિયા’માં આવતી મિલકતોના વેચાણ અંગેની પ્રક્રિયા વધુ કડક કરવામાં આવી છે. આવી મિલકતોના વેચાણ બાબતે કલેક્ટર કક્ષાએ તપાસ હાથ ધરવામાં આવશે. આ તપાસ માટે સ્પેશિયલ ઇન્વે સ્તીગેસન ટીમની રચના કરવામાં આવશે. કોમી તણાવ કે શાંતિ ભંગ જેવી સ્તિથિની સઘન તપાસ કર્યા બાદ જ મિલકત વેચાણની મંજૂરી આપવામાં આવશે.જા કોઈ મિલકતનું ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય, તો તેવા કિસ્સામાં ટ્રાન્સફર રદ કરવામાં આવશે. એટલું જ નહીં, આવા કિસ્સામાં ખરીદનાર વ્યક્એતિ છ માસની અંદર રકમ પરત કરી મિલકતનો કબ્જા મૂળ માલિકને સોંપવાનો રહેશે. રાજ્ય સરકારના આ નવા નોટિફિકેશનથી મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયા વધુ પારદર્શક અને કાયદાકીય રીતે સુરક્ષિત બનશે.









































