વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ એવા મુરદડ ગામે ૧૦ તારીખે એક ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક આધેડની હત્યા થઈ હતી. ઘટનાની વિગતે વાત કરીએ તો ધરમપુર તાલુકાના મુરકડ ગામના બામણ ફળિયામાં રહેતા ૪૬ વર્ષીય ભરતભાઈ મોતીરામભાઈ પવારને ગંભીર હાલતમાં વલસાડની સિવિલ હોÂસ્પટલમાં સારવાર માટે લાવવા આવ્યા હતા. માથાના ભાગે ગંભીર ઇજાઓ હતી. વલસાડ સિવિલ હોÂસ્પટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભરતભાઈ પવારને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા. જા કે પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો હતો કે ભરતભાઈની હત્યા થઈ હતી ત્યારે આ મામલે ધરમપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.મૃતક ભરતભાઈ પવારની હત્યાના મામલે ધરમપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓની ઓળખ કરીએ તો ૧) વિઠ્ઠલ પાવર અને ૨) યોગેશ પવાર. ઝડપાયેલા આરોપીઓ મૃતક ભરત સવારના પુત્રોજ હોવાનું બહાર આવ્યું છે ત્યારે એ રાત્રે એવી તો શું ઘટના બની કે બે સગા દીકરાઓએ પોતાના જ પિતાની હત્યા કરી નાખી? ત્યારે ધરમપુર પોલીસ ની તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક ભરત પવાર ને દારૂ પીવાની ગંભીર લત હતી. તેઓ અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી પત્ની, બંને પુત્રો અને પરિવારના અન્ય સભ્યો સાથે ગાળાગાળી, મારામારી અને તોડફોડ કરતા હતા.છેલ્લા ઘણા સમયથી આખો પરિવાર તેમના આ ત્રાસથી કંટાળી ગયો હતો અને ઘરમાં સતત તંગદિલીનું વાતાવરણ રહેતું હતું.ગત ૧૦ જુલાઈની સાંજે ભરતભાઈ ફરી એકવાર નશાની હાલતમાં ઘરે પહોંચ્યા હતા. ઘરઆંગણે ગાળો બોલી ઝઘડો શરૂ કરતાં બંને પુત્રોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલાચાલી ઉગ્ર બનતા મોટા પુત્ર વિહુલ પવાર ગુસ્સામાં આવી ગયો અને ઘરમાં પડેલા કુહાડીના લાકડાના હાથાથી પિતાના માથામાં સતત ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભરતભાઈને પહેલા વલસાડ સિવિલ હોÂસ્પટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.ઘટનામાં પણ ભરત પવાર દારૂના નશામાં એટલો બધો અંધ થઈ જતો કે પછી સમગ્ર પરિવાર સાથે ગાળા ગાડી અને ઝઘડાઓ કરતો હતો ત્યારે આવીશ માં આવીને પુત્રોએ તેના જ પિતાની હત્યા કરી નાખી ત્યારે હવે આ ઘટના બાદ ઘરના મોભી નું મોત થયું છે તો બાકીના બે યુવાન દીકરાઓને લાંબા સમય સુધી જેલની હવા ખાવાનો વારો આવશે..દારૂનું વ્યસન માત્ર એક વ્યક્નુંતિ નહીં, પરંતુ સમગ્ર પરિવારના સુખ, શાંતિ અને સંબંધોનો પણ અંત લાવી શકે છે.









































