રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પણ બુટલેગરો સતત નવી રીતો અપનાવી રહ્યા છે, પરંતુ અમદાવાદ પીસીબી(પોલીસ કમિશનરની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) એ ઘાટલોડીયા વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરીને દારૂના આ ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા ઘાટલોડીયામાં ફાઈ પેટલ્સ હોટલની સામે આવેલી ભાગ્યોદય સોસાયટીના પા‹કગમાંથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે પીસીબીની ટીમે સોસાયટીના ગેટ નંબર ૫ ની અંદર જાગણી માતાના મંદિર પાસે આવેલા પા‹કગમાં દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૦૪૬ નંગ બોટલો અને બિયર ટીન મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત ૫,૫૧,૦૦૦ રૂપિયા થાય છે. દારૂના આ જથ્થા ઉપરાંત પોલીસે એક મારુતિ સ્વિફ્ટ કાર , ૫ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ૯,૬૩,૬૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં કૌશલ જગમાલ અહારી, અનિલકુમાર નાનજી ડામોર (બંને મૂળ રાજસ્થાનના), શુભમ વિનોદભાઈ વોરા અને ગુલાબ ગોપાલજી ડાભીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓ ઘાટલોડીયા અને સોલા વિસ્તારમાં સક્રિય હતા અને સોસાયટીના પા‹કગનો ઉપયોગ દારૂના સંગ્રહસ્થાન તરીકે કરતા હતા.જાકે, આ દરોડા દરમિયાન ત્રણ શખ્સો રવિ પ્રધાનજી ઠાકોર, અર્જુન ઠાકોર અને સુરેશભાઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.હાલ પોલીસ આ ત્રણેય આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં પીસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને દારૂના આ મોટા જથ્થાને ક્્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને કઈ રીતે સપ્લાય કરવામાં આવતો હતો, તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબી કામગીરી કરતી હોય છે અને શહેરમાં દાર,જુગારના અડ્ડાઓ પર રેડ કરવામાં આવતી હોય છે. ત્યારે ૨૦ જુન ૨૦૨૬ના રોજ ઘાટલોડીયા વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો.
ચાંદલોડીયા સિનિયર સિટિઝન પાર્કની સામે દેશાવલી સોસાયટી પાસેના એએમટીએસ બસ સ્ટેન્ડ આગળ રોડ ઉપર જાહેરમાં આ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અને વિદેશી દારૂની શિલબંધ નાની મોટી બોટલ તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ-૧૨૫૩ કિ.રૂ.૪,૬૩,૯૮૦ નો દારૂ ઝડપાયો હતો.