સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જૈન ર્બોડિંગ વાળા રોડથી નેસડી રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર જૈન જ્ઞાતિવાડી સુધીની જાહેર સ્ટ્રીટ લાઈટો સવારના સાડા આઠ વાગ્યા સુધી ચાલુ જોવા મળી હતી. સૂર્યપ્રકાશ હોવા છતાં લાઈટો ચાલુ રહેતાં ઉર્જાનો બિનજરૂરી બગાડ થયો હતો. સ્થાનિક નાગરિકોએ આ ઘટનાને પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ ગણાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. નાગરિકોની માંગ છે કે નગરપાલિકા આ મામલે ગંભીરતા દાખવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.







































