ગાવડકાની પ્રાથમિક શાળામાં વિઝન ફોર વાઇલ્ડ લાઇફ પ્રોગ્રામ અંતર્ગત પાંચથી આઠ ધોરણના બાળકો માટે એક છત્રી યુનિટ શરૂ કરાયું છે.આ કાર્યનો હેતુ વાડીઓમાં વસતા પરપ્રાંતીય અને ગ્રામીણ શ્રમિક પરિવારના બાળકોને અભ્યાસ માટે શાળામાં આવતી જતી વખતે ચોમાસામાં વરસાદથી બચવા છત્રી મળી રહે તે માટેનો છે. છત્રીના સ્ટેન્ડ સાથે જે તે ક્લાસ રૂમની બહાર સંખ્યાના પ્રમાણમાં છત્રીઓ રાખવામાં આવેલી છે, જ્યાંથી વરસાદ દરમિયાન બાળકો છત્રી લઈ જઈ શકે, એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કાર્યક્રમ દરમિયાન છત્રી યુનિટ માટેનો તમામ આર્થિક સહયોગ પૂરો પાડનાર દાતા વાય એમ દેસાઈ-ડી સી એફ, વન વિભાગને યાદ કરીને અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે ગામના સરપંચ બાલુભાઈ ટાંકે હાજરી આપી હતી.