લાઠી સબ-ડિવિઝન પોલીસે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રહે તેમજ આગામી તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુથી હિસ્ટ્રીશીટરો અને પ્રોહિબિશનના આરોપીઓની હાજરી પરેડ યોજી હતી. ડ્ઢઅજીઁના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ પરેડમાં લાઠી સબ-ડિવિઝન હેઠળ આવતા દામનગર, લાઠી અને બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના હિસ્ટ્રીશીટરો, સ્ઝ્રઇ આરોપીઓ, પ્રોપર્ટી ઓફેન્સમાં સંડોવાયેલા વ્યક્તિઓ તેમજ પ્રોહિબિશનના આરોપીઓને હાજર રાખવામાં આવ્યા હતા.
આગામી ભગવાન જગન્નાથ રથયાત્રા અને ૧૫ ઓગસ્ટ જેવા મહત્વના પર્વોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. હાજર રહેલા આરોપીઓને ગુનાખોરીથી દૂર રહેવા, કાયદાનું પાલન કરવા અને કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયા વગર જવાબદાર નાગરિક તરીકે જીવન જીવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે તમામ પાસેથી શાંતિ જાળવવાની અને ગુનામુક્ત જીવન જીવવાની બાંહેધરી પણ લીધી હતી.