ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા ૧૬ જુલાઈના રોજ અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાંથી નીકળશે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળશે. આ વખતે રથયાત્રામાં ૧૮ ગજરાજ, ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ અને ૩ બેન્ડબાજા સામેલ હશે. રથયાત્રા પહેલા પોલીસ રીહર્સલ પણ યોજાયું. અમદાવાદના કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ રિહર્સલમાં જોડાયા.
ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા ગુરુવારના રોજ ૧૬મી જુલાઈએ નીકળશે. આ વખતે રથયાત્રામાં ૧૮ ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, ૩૦ અખાડા ૧૮ ભજન મંડળીઓ અને ત્રણ બેન્ડબાજા સાથે રથયાત્રા નીકળશે. ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચશે. દેશભરમાંથી ૨૫ હજાર સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને, સૌરાષ્ટ્રમાંથી આવશે.
૧૪ જુલાઈએ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને, બળદેવજીની ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા તેમજ નેત્રોત્સવ પૂજા વિધિ કરવામાં આવશે. ૧૫ જુલાઈએ સવારે ૧૦ઃ૦૦ વાગે તમામ ભક્તોને ભગવાનના સોનાવેશ દર્શન થશે ૧૦ઃ૩૦ વાગે ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ કરવામાં આવશે તમામ ગજરાજાની પૂજા આઈસીસી ચેરમેન જય શાહ કરશે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહેશે બપોરે ૨ઃ૩૦ વાગે કોંગ્રેસ કમિટી મુલાકાત લેશે જ્યારે સાંજે ૫ઃ૦૦ વાગે શહેર શાંતિ સમિતિની મંદીરના મહંત અને ટ્રસ્ટીની મુલાકાત લેશે. સાંજે ૬ઃ૩૦ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આરતી કરવામાં આવશે. સાંજે ૦૮ઃ૦૦ વાગે વિધાનસભાના અધ્યક્ષ સંકર ચૌધરી ભગવાનની આરતી કરશે ૧૬મીએ રથયાત્રાના દિવસે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે.
રથયાત્રામાં ૪૫૦૦૦ કિલો મગ, ૫૦૦ કિલો જાંબુ, ૫૦૦ કિલો કેરી અને દાડમ, બે લાખ ઉપેર્ણા પ્રસાદમાં આપવામાં આવશે. સવારે ૯ઃ૩૦ વાગે ધ્વજારોહણ વિધિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રથયાત્રા ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી મેયર ઉપસ્થિત રહેશે ૧૧ઃ૦૦ વાગે સાધુ સંતોનું સન્માન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ કરશે.
જયારે ૧૬મીએ ભગવાન નગરચર્યાએ નીકળશે સવારે ચાર વાગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ કરશે મંગળા આરતી ૪ઃ૩૦ વાગ્યે વિશિષ્ટ ભોગ ભગવાનને ધરવામાં આવશે ૫ વાગે
મંત્રોચ્ચાર કરી આંખે બાંધેલા પાટા ખોલવામાં આવશે ભગવાન માટે તેમને પ્રિય આદિવાસી નૃત્ય અને ગરબા કરવામાં આવશે ૫ઃ૪૫ એ રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે ૭ વાગે રથયાત્રાનો પ્રારંભ થશે ૯ વાગે રથયાત્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમા રથોનું સ્વાગત કરવામાં આવશે ૯ઃ૪૫ એ રાયપુર ચકલા, ૧૦ઃ૩૦ વાગે ખાડિયા ચાર રસ્તા, ૧૧ઃ૧૫ એ કાલુપુર સર્કલ, ૧૨ વાગે સરસપુર પહોંચશે યાત્રા ,૧૨ વાગે મોસાળ સરસપુર પહોંચશે જગતના નાથ સાંજે ૮ઃ૩૦ કલાકે મંદિરે પરત ફરશે ભગવાન
રથયાત્રા પૂર્વે પોલીસનું રીહર્સલ કરવામાં આવ્યું. અમદાવાદના પોલીસ કમીશ્નર સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રિહર્સલમાં જોડાયા. રથયાત્રાના રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું. આ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. બંદોબસ્તમાં પોલીસ ઉપરાંત પેરામિલિટરી પણ તૈનાત કરાઈ રહી છે. રથયાત્રા દરમિયાન ૩૦ હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. રેપિડ એક્શન ફોર્સની ટીમ પણ તૈનાત કરવામાં આવી. ઇછહ્લમાં લેડીઝ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી.









































