અમરેલીમાંથી એક યુવક પોતાના ઘરેથી ચાલી નીકળ્યો હતો. આ અંગે તેના ભાઈ તેજસભાઇ કમલેશભાઇ શિંગાળા (ઉ.વ. ૨૦)એ પોલીસ મથકે કરેલી જાહેરાત મુજબ, આદિત્યભાઇ કમલેશભાઇ શિંગાળા (ઉ.વ. ૨૨) ઘરે કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા છે અને આજદિન સુધી પરત ફર્યા નથી. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.વી. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.