બાબરાના થોરખાણ ગામેથી જસદણનો નકલી તબીબ ઝડપાયો હતો. તેની પાસેથી રૂપિયા ૯૬૦૦થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બાબરાના મોટા દેવળીયા ગામના પીએચસીના મેડિકલ આૅફિસર ડા. મીત સુરાણી(ઉ.વ.૨૬)એ જસદણના નવનીતભાઈ વિઠ્ઠલભાઈ વૈષ્ણવ (ઉ.વ.૪૯) સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ પોતાની પાસે કોઇપણ સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી. મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગતી સાધન સામગ્રી વસ્તુ મળી કુલ કિ.રૂ.૯૬૦૨ ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.