લાઠી શહેરમાં સમસ્ત બાબર સમાજ દ્વારા ૮મો વિદ્યાર્થી સન્માન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે પુરસ્કાર કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરણ ૧થી લઈને કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, ચોપડા, બોલપેન સહિતની ઉપયોગી સામગ્રી આપવામાં આવી હતી. ભાસ્કરભાઈ ખેર દ્વારા સ્કૂલબેગનું દાન આપવામાં આવ્યું હતું. જ્યારે જગદીશ કંડોળીયા અને મુનાભાઈ દવેરા દ્વારા સ્ટેશનરીની વિવિધ વસ્તુઓનું યોગદાન આપવામાં આવ્યું હતું. પીએસઆઈ જગદીશભાઈ કંડોળીયાએ દરેક વિદ્યાર્થીને એક ડઝન ચોપડા આપ્યા હતા. ઉપરાંત મુનાભાઈ દવેરા દ્વારા કેલ્ક્યુલેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના અન્ય દાતાઓના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.









































