બાબરાના કરીયાણા ગામે વાડીએ લાઈટના અંજવાળે પત્તા ટીચતાં ૫ પકડાયા હતા. પોલીસે કુલ રૂપિયા ૧૨,૧૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મેહુલભાઇ ઉર્ફે ટકો પરશોતમભાઇ દાહોડીયા, ભરતભાઇ ઉર્ફે અદુ બાબુભાઇ ઝાપડીયા, મહેશભાઇ જેન્તીભાઇ ઝાપડીયા, અજયભાઇ મનસુખભાઇ ઝાપડીયા તથા ધર્મેશભાઇ વિઠ્ઠલભાઇ ઝાપડીયા ઇસમો કરીયાણા ગામે સીમ વિસ્તારમાં આવેલી ભરતભાઇ બાબુભાઇ ઝાપડીયાની વાડી ખેતરે આવેલ સ્લેપ વાળા મકાન પાછળ લાગેલ લાઇટના અજવાળે રસ્તા પર ખુલ્લી જગ્યામાં ગંજીપતાના પાના તથા પૈસા વડે હારજીતનો તીનપતીનો જુગાર રમતા રોકડા રૂ.૧૨,૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી પી ડેર વધુ તપાસ કરી રહ્યા છે.









































