અમરેલીમાં પોલીસ દ્વારા લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવે છે. આ અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે તા.૦૬/૦૭/૨૬ના રોજ કમાણી કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અવરનેસ લગતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત લોકો સાથે વિવિધ રીતે થતા સાયબર ફ્રોડ જેવા કે સ્ક્રીન શેરિંગ એપ, આૅ.ટી.પી. ફ્રોડ, કસ્ટમર કેર નંબર ફ્રોડ, શિપિંગ શુલ્ક, ન્યુડ વીડીયો કોલ, આર્મીમેનનું નામ ધારણ કરવું જેવી વિવિધ તરકીબોથી લોકો ભોગ બનતા હોય છે. જે અંગે તેઓ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે સાયબર ક્રાઇમ પ્રિવેન્શન તથા સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.






































