લીલીયા ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.કોલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગ અને સામુદાયિક સેવા ધારા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજશાસ્ત્ર વિભાગના વડા ડા. મહેશ એસ. ગઢિયાના નેતૃત્વમાં નિબંધ, વકતૃત્વ, ચિત્રસ્પર્ધા તેમજ રાજ્યકક્ષાની ઓનલાઈન ક્વિઝ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ વધતી વસ્તી, તેના પડકારો, મહિલા શિક્ષણ અને વિકસિત ભારત જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ‘Vikasit Bharat 2047: Young people In action ’ વિષયકચિત્રસ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ડા. સબીર પરમારે વસ્તી વિસ્ફોટ અને તેના સામાજિક-આર્થિક પ્રભાવ અંગે માર્ગદર્શન આપ્યું હતું.



































