રાજુલાના ડુંગર ગામે એઠવાડ નાખવા મુદ્દે મહિલાઓમાં માથાકૂટ થઈ હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. શકીનાબેન અમીરશા પઠાણ (ઉ.વ. ૨૯)એ જુબેદાબેન દાઉદભાઈ પઠાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાના ઘરનો એઠવાડ સામાવાળાના ઘર પાસેથી ચાલીને નાખવા જતા હતા. તેથી સામાવાળાને સારું ન લાગતાં ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. જે બાદ જુબેદાબેન દાઉદશા પઠાણ (ઉ.વ. ૬૦)એ શકીનાબેન અમીરશા પઠાણ, અમીરશા મહેબુબશા પઠાણ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, શકીનાબેન તેમના ફળિયામાં ચાલીને એઠવાડ નાખવા નીકળ્યા હતા. જેથી તેમણે ના પાડતાં સામાવાળાને સારું નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુ માર્યા હતા. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.






































