અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામે સોમવારની રાત્રે અંદાજે ૧૫ ઇંચ જેટલો વરસાદ વરસતા ભારે નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે.
ચાવંડ, હરસૂરપુર, દેવળિયા સહિતના ગામોમાં પણ જાણે આભ ફાટ્યું હોય તેવો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા હતા અને પૂરના પાણી ગામમાં ઘૂસી જતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા. ખેતરોમાં મોટા પ્રમાણમાં ધોવાણ થતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. અનેક લોકોના મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ નુકસાન થયું છે. કેટલાક કાચા મકાનોને નુકસાન પહોંચ્યાની માહિતી મળી રહી છે. ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતા. લાઠીના શેખ પીપરીયા ગામે ભારે વરસાદથી નુકસાન થયુ હોવાના સમાચાર મળતા જ સાંસદ ભરત સુતરીયા તથા ધારાસભ્ય જનક તળાવિયા પણ સ્થળ પર દોડી ગયા હતા અને અને પરિÂસ્થતિનો તાગ મેળવ્યો હતો. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નુકસાનીનો સર્વે હાથ ધરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.