બાબરા શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં પાસબુક એન્ટ્રી માટે મૂકાયેલા મશીનમાં કરંટ આવતો હોવાનો ગ્રાહકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મશીનને સ્પર્શ કરતાં કરંટ લાગ્યાનો અનુભવ થતાં બેંકમાં આવેલા ખાતાધારકોમાં ચિંતા અને રોષ ફેલાયો હતો. ગ્રાહકોના જણાવ્યા મુજબ આ અંગે બેંક મેનેજરને રજૂઆત કરતાં તેમણે વરસાદના કારણે અર્થિંગ આવતું હોવાનું જણાવ્યું હતું. જોકે આ જવાબથી ગ્રાહકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. ખાતાધારકોએ મશીનની તાત્કાલિક તકનિકી તપાસ કરાવી જરૂરી સમારકામ કરવાની તેમજ ગ્રાહકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માંગ કરી છે. સ્થાનિક લોકોમાં પણ પ્રશ્ન ઉઠ્‌યો છે કે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તેવો ગ્રાહકોએ સવાલ ઉઠાવ્યો છે.