ધારીના સરસીયા ગામની સીમમાં ફરજાની દિવાલ પડતાં ઈજા થતાં યુવકનું મોત થયું હતું. બનાવ અંગે ધારીના ખોખરા મહાદેવમાં રહેતા શરદભાઈ ચંદુભાઈ વાઘેલા (ઉ.વ.૨૩)એ જાહેર કર્યા મુજબ, અતિ વરસાદને કારણે ફરજાની દિવાલ પડી જતા ચંદુભાઈ રવજીભાઈ વાઘેલા (ઉ.વ.૩૫) ફરજાની છત નીચે તેમજ છતના બીમના વચ્ચે આવી જતા માંથામા તેમજ જમણા પગે નાની મોટી ઇજાઓ થવાથી તેમજ મૂંજારો થવાથી મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.બી.માઢક વધુ તપાસ કરી રહ્યા છે.