ગીર ગઢડા તાલુકાના શાણા વાંકીયા ગામે સાસુ પુત્રવદૂને અમારે તું જોઈતી નથી જતી રે કહીને ભૂંડા બોલ્યા હતા. તેમજ દીયર પણ ગાળો બોલીને મારવા દોડ્‌યો હતો. બનાવ અંગે હાલ જાફરાબાદના લોઠપુર ગામે રહેતા જગૃતિબેન અક્ષયાઈ પુંધેરા (ઉ.વ.૨૮)એ ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના શાણા વાંકીયા ગામે રહેતા અક્ષયભાઈ નાનજીભાઈ પુંધેરા (ઉ.વ.૨૯) તથા ધનસુખભાઈ નારણભાઈ પુંધેરા (ઉ.વ.૨૪) સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તા. ૦૪/૦૬/૨૬ ના બપોરના સમયે તેના પતિ અક્ષય સુતા હતા. તેને જગાડવા તેની નાની દીકરી જીનલ જતા પતિ અક્ષયે તેને ખીજમાં મારતા તેઓ ઘરમાં ગયા હતા અને તેના પતિને સમજાવતા ગાળો આપવા લાગ્યા હતા અને એક ઝાપટ મારીને મારકૂટ કરવા લાગ્યા હતા. તેમજ તેના. સાસુ વિમળાબેને જેમ-ફાવે તેમ ગાળો તથા મેણા-ટોણા માર્યા હતા અને કહેવા લાગેલા કે અમારે તું જોઈતી નથી અને અપશબ્દ બોલવા લાગ્યા હતા. તા.૦૬/૦૬/૨૦૨૬ ના રોજ તેઓ તથા તેના બન્ને ભાઈઓ પ્રકાશ અને મહેશ તેના મામી રેખાબેન એ રીતેના ત્રણેય જણા તેમની બન્ને દીકરીઓના જન્મના દાખલાઓ લેવા ગયા ત્યારે તેના દિયર ધનસુખભાઈએ તેને જેમ-ફાવે તેમ ગાળો આપી અને મારવા દોડ્‌યો હતો. પતિ અક્ષય અવાર-નવાર તેની સાથે બોલાચાલી કરતા હતા. તેમજ શારીરિક-માનસિક દુખ ત્રાસ આપતા હતા અને ઘર કામ બાબતે સંભળાવતા હતા. તેના સાસુ વિમળાબેન તેનું ઘર ચલાવવા દેવા માંગતા નહોતા અને વારંવાર મેણા-ટોણા મારી અને શાંતિથી જીવવા દેતા નહોતા. તેની સાથે ઘર કામ બાબતે અવાર-નવાર બોલાચાલી મેણા ટોણા મારી ઝગડો કર્યો હતો. તેમજ શારીરિક-માનસિક દુખ-ત્રાસ આપી ગુનો કર્યો હતો. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે એમ ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.