અમરેલીમાં નોકરી દરમિયાન બે મહિલા સામે રૂ. ૧.૪૧ લાખથી વધુની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી. દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૨૯)એ અંજનાબેન મનુભાઈ બાંભણીયા રહે. નાગેશ્રી તથા મેવીઝબેન રફીકભાઈ ભટ્ટી રહે.વડેરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, જીઆઈડીસી અમરેલી ખાતે આવેલ શિતલ કુલ પ્રોડક્ટસ લીમીટેડ ઓફિસમાં નોકરી કરતા અંજનાબેન મનુભાઈ બાંભણીયા રહે.નાગેશ્રી વાળાએ રૂ.૧,૦૦,૦૦૦ તથા મેવીઝબેન રફીકભાઈ ભટ્ટી રહે.વડેરા વાળાએ રૂ.૪૧,૩૪૯ એમ બન્નેએ અલગ અલગ કુલ રૂ.૧,૪૧,૩૪૯ ની ઉચાપત કરી હતી.
અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ વી મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.