મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનના કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા, દિલ્હી પોલીસે સોગંદનામું દાખલ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા પોતાના સોગંદનામામાં, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સીઇસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શનમાં સામેલ કેટલાક લોકો એવા કન્ટેન્ટ ક્રિએટર્સ હતા જેઓ યુટયુબ માટે રીલ્સ અને વીડિયો બનાવે છે. તેમની પાસે કેમેરા અને માઇક્રોફોન પણ હતા. પોલીસ માટે વાસ્તવિક પત્રકારો અને રીલ બનાવનારાઓ વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ હતો.પોલીસે જણાવ્યું હતું કે રીલ બનાવનારાઓને પત્રકાર ગણી શકાય કે નહીં તે નક્કી કરવું જરૂરી હતું. જાકે, દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી હતી કે તેનો હેતુ કન્ટેન્ટ સર્જકોના કામમાં અવરોધ લાવવાનો નહોતો. પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસને જે વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે સમજાવવા માટે જ આ વાત કહેવામાં આવી હતી. દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં અનેક મુદ્દાઓ રજૂ કર્યા હતા.દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે જા વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારોને ઓળખવામાં ભૂલ થઈ હોય, તો તપાસ પછી તેમને તાત્કાલિક છોડી દેવામાં આવ્યા હતા. મીડિયા સાધનો જપ્ત કરવાનો આરોપ પણ ખોટો છે. દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારોના કામમાં અવરોધ ઊભો કરવાના અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાના આરોપોને ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના જવાબમાં પોલીસે જણાવ્યું હતું કે ૧૦ અને ૧૧ ઓક્ટોબરના રોજ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારોને તેમના વ્યાવસાયિક કાર્ય કરતા અટકાવવાનો અથવા તેમના અધિકારોમાં દખલ કરવાનો કોઈ ઇરાદાપૂર્વકનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. પોલીસ કહે છે કે તે સમયે તેમની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને ભીડને નિયંત્રિત કરવાની હતી.
દિલ્હી પોલીસ વતી જાઈન્ટ કમિશનર ઓફ પોલીસ સુરેન્દ્ર કુમારે સોગંદનામું દાખલ કર્યું છે. આ જવાબ પત્રકારો અને મીડિયા સંગઠનો દ્વારા દાખલ કરાયેલી ચાર અરજીઓના જવાબમાં છે, જેમાં નેટવર્ક ઓફ વુમન ઇન મીડિયા, ફ્રી સ્પીચ ક્લેક્તીવ, દિલ્હી યુનિયન ઓફ જર્નાલિસ્ટ્‌સ અને કેરળ યુનિયન ઓફ વ‹કગ જર્નાલિસ્ટ્‌સનો સમાવેશ થાય છે.દિલ્હી પોલીસે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં પત્રકારો હાજર હતા. ઘણા રાષ્ટÙીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા આઉટલેટ્‌સે વિરોધ પ્રદર્શનના સમાચાર અને વીડિયો બતાવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, આ સ્પષ્ટપણે દર્શાવે છે કે મીડિયાને રિપો‹ટગ કરવાથી અટકાવવામાં આવ્યો ન હતો.વિરોધ પ્રદર્શન દરમિયાન, કેટલાક લોકોની ઓળખ અંગે મૂંઝવણ હતી. કેટલાક લોકો કેમેરા અને માઇક્રોફોન સાથે પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા હતા, જ્યારે અન્ય લોકો સોશિયલ મીડિયા માટે ફિલ્માંકન કરી રહ્યા હતા. આનાથી પોલીસ માટે પત્રકારો અને વિરોધીઓ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બન્યો. પોલીસનો દાવો છે કે જ્યાં કોઈ વ્યક્તિને વિરોધ કરનાર સમજી લેવામાં આવે છે, ત્યાં તેમની ઓળખ ચકાસ્યા પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ૫ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ પત્રકારો માટે જારી કરાયેલ માર્ગદર્શિકા પત્રકારોને પ્રતિબંધિત કરવા માટે નહોતી, પરંતુ તેમની ઓળખને સરળ બનાવવા માટે હતી. આ માર્ગદર્શિકા અનુસાર, વિરોધ પ્રદર્શનોને કવર કરતા પત્રકારોએ તેમના મીડિયા સંગઠનનું ઓળખપત્ર અથવા પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અને માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જારી કરાયેલ માન્ય માન્યતા કાર્ડ સાથે રાખવું જાઈએ. ઓળખપત્ર એવી જગ્યાએ રાખવું જાઈએ જ્યાં પોલીસ તેને સરળતાથી જાઈ શકે.પોલીસે જણાવ્યું હતું કે પત્રકારોએ પોલીસના કામમાં અવરોધ ન લાવવો જાઈએ અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં પોલીસ અને પ્રદર્શનકારીઓથી સુરક્ષિત અંતર જાળવવું જાઈએ. પોલીસે જણાવ્યું હતું કે પત્રકારોને માહિતી એકઠી કરવા, રેકોર્ડ કરવા અને પ્રસારિત કરવાથી અટકાવવામાં આવ્યા નથી. પત્રકાર બનવા માટે માત્ર પ્રેસ કાર્ડ પૂર્વશરત નથી.સોગંદનામામાં, દિલ્હી પોલીસે પત્રકારો અને સોશિયલ મીડિયા પર વીડિયો બનાવનારાઓ વચ્ચે ભેદ પાડવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પોલીસ કહે છે કે આજે ઘણા લોકો સોશિયલ મીડિયા પર વીડિયો બનાવે છે અને તેને વાયરલ કરે છે. જા કે, ફક્ત કેમેરા અને માઇક્રોફોન રાખવાથી વ્યક્તિ આપમેળે પત્રકાર તરીકે લાયક બનતી નથી.