અમરેલી સિટીમાંથી ૩ જુગારી રોકડા રૂ. ૪૦૭૦ સાથે ઝડપાયા હતા. શહેરના રોકડીયાપરામાંથી રાજુભાઇ કાનાભાઇ પરમાર, ભાવેશભાઇ કાનાભાઇ સોલંકી, નરેશભાઇ ગાવિંદભાઇ કુવરીયા જાહેરમાં ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૪૦૭૦ સાથે રેઈડ દરમિયાન પકડાયા હતા.