ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિ ડા. સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ, અમરેલી દ્વારા રફાળા ગામે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ૪૦થી વધુ ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તાલીમ દરમિયાન ડા. કે. વી. મશાલીયા, આર. એચ. વઘાસિયા, બી. એમ. મોદી, યુ. એન. ડોડીયા, વી. એસ. ઠાકોર, અને.કે. માંજરીયાએ બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, વાપસા અને આચ્છાદન સહિત પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભોની સમજ આપી હતી. બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર અને અગ્નિસ્ત્ર દ્વારા જીવાત નિયંત્રણ તેમજ મિશ્રપાક પધ્ધતિના લાભો અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાય, ઉત્પાદન સ્થિર રહે, ખર્ચ ઘટે અને પર્યાવરણનું સંરક્ષણ થાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું. અંતે ખેડૂતોના પ્રશ્નોના નિષ્ણાતોએ જવાબ આપ્યા હતા અને પ્રાકૃતિક ખેતી અપનાવી ટકાઉ તથા સ્વાવલંબી ખેતી તરફ આગળ વધવા અપીલ કરવામાં આવી હતી










































