વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં જ જકાર્તા પહોંચ્યા છે. વડા પ્રધાન બન્યા પછી આ તેમની ઇન્ડોનેશિયાની ત્રીજી મુલાકાત છે. જ્યારે વડા પ્રધાન મોદીનું વિમાન ઇન્ડોનેશિયન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું, ત્યારે ઇન્ડોનેશિયન વાયુસેનાના ફાઇટર જેટ્સે તેમના વિમાનની સાથે ઉડાન ભરી. ફાઇટર જેટ્સના કાફલાએ પીએમ મોદીના વિમાનને એસ્કોર્ટ કર્યું. આ ભારતના લોકો માટે સન્માનની વાત છે.આ પછી, રાષ્ટÙપતિ પ્રબોવો સુબિયાન્ટોએ પણ ઇન્ડોનેશિયાના એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે પ્રોટોકોલ તોડીને સ્વાગત કર્યું. બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય મુલાકાતમાં આશરે ૨,૫૦૦ કરોડના બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ સોદાને મંજૂરી મળવાની અપેક્ષા છે.
પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “હું જકાર્તા પહોંચ્યો છું. રાષ્ટÙપતિ પ્રબોવો સુબિયાન્ટોના ઉષ્માભર્યા હાવભાવથી હું ખૂબ પ્રભાવિત થયો. તેમણે એરપોર્ટ પર મારું વ્યક્તિગત સ્વાગત કર્યું. ૨૦૧૮ માં, અમે અમારા બંને દેશો વચ્ચેના સંબંધોને ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ ના સ્તરે ઉન્નત કર્યા, જેનાથી અમારા લોકોને ઘણો ફાયદો થયો છે. આ મુલાકાત દરમિયાન, રાષ્ટÙપતિ પ્રબોવો સુબિયાન્ટો અને હું વિવિધ ક્ષેત્રોમાં આ ભાગીદારીને વધુ વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરીશું.”વધુમાં, તેમણે લખ્યું, “રાષ્ટ્રપતિ પ્રબોવો અને હું યોગ્યાકાર્તામાં પ્રમ્બાનન મંદિર સંકુલની પણ મુલાકાત લઈશું. આ મુલાકાત અમારા બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.” ઇન્ડોનેશિયામાં, હું ભારતીય સમુદાય સાથે વાતચીત કરવાની તકની પણ આતુરતાથી રાહ જાઈ રહ્યો છું.
પીએમ મોદી ૬ થી ૮ જુલાઈ સુધી ઇન્ડોનેશિયામાં રહેશે. આ સમયગાળા દરમિયાન, તેઓ ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર, પ્રમ્બાનનની મુલાકાત લેશે. ૯મી સદીમાં બનેલ, આ મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે અને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સૂચિબદ્ધ છે. તેઓ ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદીની ઇન્ડોનેશિયા મુલાકાતના અનેક ઉદ્દેશ્યો છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે.ઉપરાંત, ઇન્ડોનેશિયામાં વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી છે, પરંતુ હિન્દુ-બૌદ્ધ સંસ્કૃતિનો ઊંડો પ્રભાવ હજુ પણ તેના સાંસ્કૃતિક વારસામાં દેખાય છે. ઇન્ડોનેશિયામાં રામલીલાનું આયોજન થાય છે, અને ભગવાન ગણેશની છબી પણ દેશના ચલણ પર છાપવામાં આવી છે.









































