અમરેલી હેડ પોસ્ટ ઓફિસ ખાતે આધારકાર્ડ સંબંધિત સેવાઓ મેળવતા નાગરિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સેવાઓના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, અમરેલી ડિવિઝનના વીરડાના આદેશ અનુસાર હવે આધારકાર્ડની તમામ સેવાઓ દરરોજ સવારે ૦૮ઃ૦૦ વાગ્યાથી રાત્રે ૦૮ઃ૦૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ સુવિધા જાહેર રજાના દિવસો સિવાય અમલમાં રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ શ્રમિકો, વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ સામાન્ય નાગરિકોને વધુ અનુકૂળ સમયે સેવા મળી રહે અને લાંબી રાહ જોવી ન પડે તે છે. પોસ્ટ ઓફિસ ખાતે આધારકાર્ડની નવી નોંધણી ઉપરાંત નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઇ-મેઇલ, બાયોમેટ્રિક સહિતની તમામ સુધારણા સેવાઓ આપવામાં આવશે. આધારકાર્ડ સંબંધિત કામગીરી માટે અરજદારે યુઆઈડીએઆઈના નિયમો મુજબ જરૂરી મૂળ દસ્તાવેજો સાથે હાજર રહેવું ફરજિયાત રહેશે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા નાગરિકોને પારદર્શક, ઝડપી અને ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સેવાઓ દરમિયાન કોઈ મુશ્કેલી કે ફરિયાદ હોય તો જનસંપર્ક અધિકારી કિશોરભાઈ ભટ્ટનો સંપર્ક નંબર ૯૪૨૭૫૫૭૩૫૦ અથવા ૦૨૭૯૨-૨૨૩૨૮૮ પર સંપર્ક કરી શકાય છે. આ વિસ્તૃત સમયનો લાભ લેવા જિલ્લા વાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.