ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સતત યથાવત છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર ચાલુ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ અવિરત વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં ડાંગર અને શેરડીનો પાક લેવાતો હોવાથી વાવણી લાયક વરસાદ મળતાં ખેડૂતો દ્વારા રોપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાકે સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે અને સુરક્ષાના ભાગરૂપે જિલ્લાના ૧૦ માર્ગો બંધ કરવામાં આવ્યા છે.
નવસારી શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધાનેરા પોઇન્ટ, સ્ટેશન રોડ, તીઘરા, લુંસીકુલ ટાવર, ફુવારા, કાળિયાવાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની સારી જમાવટ જાવા મળી છે.
આદિવાસી પટ્ટામાં સવારે ૬થી ૮ વાગ્યા દરમિયાન ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. બીલીમોરા શહેરમાં ભારે વરસાદને કારણે વિઝીબિલિટી ઘટી જતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી અને શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. વાંસદા તાલુકામાં પણ પોણો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સતત ત્રીજા દિવસે વાવણી લાયક વરસાદ વરસતાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ જારદાર બેટિંગ કરી છે. સુત્રાપાડા, પ્રશ્નનાવડા, ધામલેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં ૧૨થી ૧૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
બીજી તરફ જામનગર જિલ્લાના જામજાધપુરમાં ભારે વરસાદના કારણે ખરાવાડ વિસ્તારમાં શેરીઓ નદીની જેમ વહેતી થઈ ગઈ હતી. વરસાદી પાણીના જારદાર પ્રવાહમાં બે બાળકો તણાઈ ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોની સતર્કતાના કારણે બંને બાળકોને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ હતી. જામજાધપુર પંથકમાં ગઈકાલે પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
વલસાડ જિલ્લામાં પણ વરસાદની હેલી યથાવત રહી છે. માત્ર બે કલાકમાં જ ૬ ઇંચ વરસાદ ખાબકતા વલસાડ શહેર જળબંબાકાર બની ગયું હતું. શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે. તિથલ રોડ, ભાગડાવાડા, એમજી રોડ તેમજ રેલવે ગરનાળાઓમાં પાણી ભરાતા વાહનવ્યવહાર પર અસર પડી હતી.
વલસાડમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માત્ર બે જ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા આખું વલસાડ શહેર જળમગ્ન બન્યું છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા ગામની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. ખાસ કરીને ગ્રીન પાર્ક, યોગેશ્વર નગર અને વિનાયક નગર સોસાયટીમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે.સોસાયટીઓ અને રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોની હાલત અત્યંત કફોડી બની છે.
માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરી અને કિંમતી માલસામાન પલળીને બગડી ગયો છે. જેને કારણે સ્થાનિકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાર્વત્રિક જળભરાવ અને મુશળધાર વરસાદને કારણે વલસાડ શહેરનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. વહેલી સવારથી જ વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે વલસાડ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ખોરવાયો છે અને અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થવાની નોબત આવી છે.
ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ સ્થિતિને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે નગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી કહેવાતી ‘પ્રી-મોન્સૂન’ કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે અને તંત્રના દાવાઓની પોલ પહેલા જ વરસાદમાં
આભાર – નિહારીકા રવિયા ખુલ્લી પડી ગઈ છે.
આ ઉપરાંત, શહેર અને ૪૦ જેટલા ગામોને જાડતા અંડરપાસમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં તેને સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોવાનું ચિત્ર ઉપસી આવતા હાલ સ્થાનિક શહેરીજનોમાં તંત્ર સામે ભારે રોષ જાવા મળી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં જાણે આભ ફાટ્યું હોય તેવી ભયાવહ Âસ્થતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદે સમગ્ર વલસાડ શહેરને બાનમાં લીધું છે અને ઠેર-ઠેર જળબંબાકારની Âસ્થતિ જાવા મળી રહી છે.રસ્તાઓ પર ઠેર ઠેર કમર સમા પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારે પડેલા આ ભારે વરસાદના કારણે શાળાએ જતા બાળકો અને નોકરિયાત વર્ગ રસ્તા પર જ અટવાઈ પડ્યા હતા.
વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વલસાડ શહેરનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. શહેરના મુખ્ય વિસ્તારોની વાત કરીએ તો, તિથલ રોડ, એમ.જી. રોડ, કોસંબા રોડ, ભાગડાવાળા અને હાલર વિસ્તાર સહિતની તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની મોટી સમસ્યા સામે આવી છે. રસ્તાઓ નદીમાં ફેરવાતા વાહનવ્યવહારને પણ માઠી અસર પહોંચી છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે
ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાઈ ગયો હતો. સાપુતારાની તળેટીના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો. બીજી તરફ અરવલ્લી જિલ્લાના ઉપરવાસ વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે શામળાજીની ગોદરી નદીમાં નવા નીરની આવક થઈ છે. મોટા કંથારીયા પંથકમાં આવેલી નદીમાં પણ વરસાદી પાણીની આવક શરૂ થઈ છે. મોટા કંથારીયા ઉપરવાસ તેમજ કાળાપાણા અને બેડાનાકા નજીક રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં પ્રથમ વરસાદમાં જ નદીઓમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદ જાવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના નવ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ હાંસોટ તાલુકામાં ૨.૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જંબુસર, વાગરા, આમોદ અને ઝઘડિયા સહિતના તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે. નેત્રંગમાં ૧ ઇંચ વરસાદ પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં વરસી રહેલા આ વરસાદથી એક તરફ શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે તો બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ડાંગર, શેરડી સહિતના પાકોની વાવણીને વેગ મળ્યો છે અને ચોમાસું હવે સમગ્ર ગુજરાતમાં જાર પકડી રહ્યું છે.









































