ગુજરાત મારવાડી વણકર વિકાસ ટ્રસ્ટ, બગસરા તરફથી કાઠિયાવાડમાં વસતા સમાજના તમામ ભાઈ-બહેનોને જણાવવામાં આવે છે કે આપણી જ્ઞાતિનો ૧૪મો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ જુના-વાઘણીયા મુકામે યોજાનાર છે. આથી ધોરણ ૧ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ પોતાના ગામના પ્રતિનિધિને વહેલી તકે પહોંચાડવી. આ ઉપરાંત સમાજના નિવૃત્ત તથા નવનિયુક્ત કર્મચારીઓ, હોમગાર્ડ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર તમામ વ્યક્તિઓએ પણ પોતાની સચોટ માહિતી ગામના પ્રતિનિધિને આપવા પ્રમુખશ્રી બાબુભાઈ આર. બાજકની યાદીમાં જણાવાયું છે.