લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ત્ન વર્ષ ૨૦૨૫-૨૬ માટે રિજિયન ચેરપર્સન તરીકે સેવાઓ આપી રહેલા લાયન જયેશભાઈ કે. પંડ્યાને બેસ્ટ ડિસ્ટ્રિક્ટ રિજિયન ચેરપર્સનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન અભયભાઈ શાહના હસ્તે આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ૧૬ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જયેશભાઈ પંડ્યાએ વર્ષ દરમિયાન કરેલી ઉત્કૃષ્ટ સેવાઓ, નેતૃત્વ અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં આપેલા નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખીને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.








































