અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારના પ્રમુખ મનીષાબેન પંડ્યા પ્રેરિત અને વરિષ્ઠ કવિ ઉમેશભાઈ જોષીથી પ્રોત્સાહિત સાહિત્ય ગોષ્ઠિ બેઠક રવિવારે રમાબેન પંડ્યા હોલમાં આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકના પ્રારંભ પરેશ મહેતાએ સહુને આવકારી બેઠકના હેતુ વિશે વાત કરી હતી.વરિષ્ઠ સાહિત્યકાર ડા. કાલિન્દી પરીખ, શિક્ષણવિદ રવજીભાઈ કાચાની વિશેષ ઉપસ્થિતિ અને ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રથમ વખત આવેલ લેખિકા ચંદ્રિકા રંગપરિયાની ઉત્સાહભેર હાજરી એમના કાવ્ય પાઠ સહિત અમરેલી પંથકના સર્જકો સર્વ ડા. કેતન કાનપરિયા, નિખિલ વસાણી, સલીમ શેખ, કનુભાઈ લીંબાસિયા, ફિરોઝ હસનાની, શીલા મહેતા, યોગેશ ભટ્ટ, ડા. ગોપી રાઠોડ, રોહિણીબેન જોષી, હસમુખ મહેતા, કે.પી. પંડ્યા સહિતનાએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. ઉમેશ ચાવડાએ નાટય સંવાદ રજૂ કરેલ. બેઠકને સફળ બનાવવા ભીખુભાઈ અગ્રાવતે જહેમત ઉઠાવી હતી.










































