અમરેલી મોટા આંકડીયા ગામે તળાવમાં સરકારી જમીનની ફાળવણી અને ગેરકાયદે ખનન અટકાવવા બાબતે થયેલા વિવાદમાં ૪૦ થી ૫૦ લોકોના ટોળાએ ઘાતક હથિયારો વડે હિંસક હુમલો કર્યો હતો. સામાજિક કાર્યકર નરેશ વાળાએ  ફરિયાદ નોંધાવી છે.સરકાર દ્વારા ‘મોટા આંકડીયા અનુસૂચિત જાતિ ખેતસહકારી સામુદાયીક મંડળી’ને પટ્ટે આપેલી જમીન પર કથિત હુકમના આધારે ગેરકાયદે ખનન શરૂ કર્યું હતું. આ ખનન અટકાવવા સરકારી તંત્ર સાથે પહોંચેલા પીડિતો પર ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. હુમલાખોરોએ ‘ફરી અહીં દેખાશો તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી પણ આપી હતી. અમરેલી એસસી-એસટી સેલના નાયબ પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.