ખાંભાના ધુંધવાણા ગામેથી અમરેલી એસઓજીની ટીમે એક બોગસ ડાક્ટરને ઝડપી પાડ્‌યો હતો અને તેની પાસેથી રૂ. ૯,૭૮૮નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.ઉનાનો મહમદભાઈ નિસારભાઈ સીદીકી (ઉ.વ.૨૮) સરકાર માન્ય એલોપેથિક સારવારની કોઈ ડિગ્રી ન હોવા છતાં ક્લિનિક ચલાવતો હતો. તે દર્દીઓ પાસેથી ફી લઈને એલોપેથિક સારવાર આપતો હતો. પોલીસ રેડ દરમિયાન તે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની ડિગ્રી વિના જ એલોપેથિક દવાઓ તથા મેડિકલના સાધનો સાથે પકડાયો હતો. આરોપી પોતાના આ કૃત્યથી માનવ જિંદગી જોખમાઈ શકે છે તે જાણતો હોવા છતાં, દર્દીઓનું નિદાન અને સારવાર કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.આ કામગીરી અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી. ઈશરાણીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ તથા ખડાધાર પીએચસી PHCના મેડિકલ ઓફિસર ડા. હર્ષભાઈ સુરેશભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવી હતી.