સાવરકુંડલામાં એક યુવતીએ અંધારાના કારણે દવાની જગ્યાએ એસિડ પી લીધું હતું, જેને કારણે તેની તબિયત લથડી હતી. આ યુવતી છેલ્લા કેટલાક સમયથી તાવ અને ઉધરસની બીમારીથી પીડાતી હતી. આ માટે તેણે ડાક્ટરની સલાહ લઈ દવા પણ લીધી હતી. યુવતીએ આ દવાની બોટલ પોતાના ઘરની બારીમાં મૂકી હતી, પરંતુ કમનસીબે એ જ બારીમાં દવાની બોટલની બિલકુલ બાજુમાં એસિડની બોટલ પણ રાખેલી હતી. રાતના અંધારામાં તે બારી પાસે દવા લેવા પહોંચી હતી. અંધારું હોવાને કારણે તે સાચી બોટલ ઓળખવામાં થાપ ખાઈ ગઈ હતી. તેણે દવાની બોટલ સમજીને બાજુમાં પડેલી એસિડની બોટલ ઉઠાવી લીધી હતી અને તેમાંથી ઘૂંટડો ભરી લીધો હતો. જેને પગલે તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.









































