બાબરા બસ સ્ટેશનથી અમદાવાદ જવાનું કહી બસમાં બેઠેલો યુવક લાપતા બન્યો હતો. આ અંગે ગળકોટડી ગામના મનસુખભાઇ ગોવિંદભાઇ નવાપરીયા (ઉ.વ. ૪૯)એ જાહેર કર્યા મુજબ, તેમનો
દીકરો હર્ષભાઇ નવાપરીયા (ઉ.વ. ૨૦) તા. ૨૩/૦૪/૨૬ના રોજ બાબરા બસ સ્ટેશનથી અમદાવાદ જવાનું કહી બસમાં બેઠો હતો, પરંતુ ત્યારબાદ કોઈને કશું જ કહ્યા વિના ક્યાંક ચાલ્યો
ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં તે મળી આવ્યો નહોતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.જી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.











































