અમરેલી એલ.સી.બી. ટીમ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બગસરા-ડેરી પીપળીયા ચોકડી પાસે દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન એક શખ્સ પોતાની રીક્ષામાં શંકાસ્પદ અનાજનો જથ્થો રાખી તેની હેરફેર કરતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી આસીફ અબ્દુલભાઇ કાલોન્દ્રા રહે. બગસર નામના ઇસમને કસ્ટડીમાં લીધો હતો. તેની પાસેથી રૂ.૩૧,૬૦૦/- ની કિંમતનું ૧૧૭૦ કિલોગ્રામ ઘઉં (૨૬ કટ્ટા), રૂ.૩૫,૯૦૩/- ની કિંમતનું ૧૨૮૨ કિલોગ્રામ ચોખા (૨૬ કટ્ટા) તેમજ ગુનામાં વપરાયેલી રૂ.૩૦,૦૦૦/ની રીક્ષા (નંબરઃ ય્ત્ન-૦૪-્-૬૭૭૪) મળી કુલ રૂ.૯૭,૫૦૩/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અનાજનો જથ્થો રેશનિંગનો હોવાની આશંકાએ, એલ.સી.બી. દ્વારા પકડાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે બગસરા મામલતદારને સોંપવામાં આવ્યા હતા.








































