વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના વાહન ર્પાકિંગમાં પાર્ક કરેલી એક મોટરસાયકલના સ્ટેરિંગ અને હેડલાઇટના ભાગમાં અચાનક એક ઝેરી કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. હોસ્પિટલ જેવા ગીચ અને સંવેદનશીલ વિસ્તારમાં ઝેરી સાપ દેખાતા જ ત્યાં હાજર દર્દીઓ, સગા-સંબંધીઓ અને સ્ટાફમાં ભારે અફરાતફરી અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. આ કટોકટીના સમયે ત્યાં ફરજ પર તૈનાત ‘૧૧૨’ ઇમરજન્સી સેવાના કર્મચારીએ સહેજ પણ ગભરાયા વિના ભારે સમયસૂચકતા અને બહાદુરી દાખવી હતી. તેમણે ભારે જહેમતથી બાઇકમાંથી કોબ્રા સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ આ કોબ્રા સાપને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફ અને સ્થાનિક લોકો દ્વારા ૧૧૨ના કર્મચારીની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.