સાવરકુંડલા નગરપાલિકાના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા સંપન્ન થઈ છે. ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા સર્વાનુમતે સાવરકુંડલા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે શ્રીમતી નયનાબેન કાપડીયા અને ઉપપ્રમુખ તરીકે શ્રીમતી નૂતનબેન તન્નાની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત વહીવટને વધુ સુદ્રઢ બનાવવા કારોબારી ચેરમેન તરીકે જીગ્નેશભાઈ ટાંક, શાસક પક્ષના નેતા તરીકે દિનેશભાઈ રાઠોડ તેમજ દંડક તરીકે અરવિંદભાઈ મેવાડાની નિમણૂક કરાઈ છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ નવનિયુક્ત ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આ નવી ટીમ નગરના સર્વાંગી વિકાસ માટે નવી ઊર્જા સાથે કાર્ય કરશે અને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડશે. આ પ્રસંગે શહેર ભાજપ પરિવાર અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી તેમજ મોં મીઠું કરાવીને વિજયોત્સવ મનાવ્યો હતો અને નવી ટીમે મોવડીમંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.