ગુજરાતનો દરિયા કિનારો હાલ ચરસ-ગાંજાના લેન્ડિંગને કારણે મોસ્ટ હેપનિંગ બન્યો હતો. અત્યાર સુધી કચ્છના દરિયા કિનારે ડ્રગ્સ લેન્ડ થતું હતું. હવે ડ્રગ્સના દાણચોરોએ સરનામું બદલ્યું છે. હવે કૃષ્ણનગરી દ્વારકાના દરિયા કિનારે ચરસ-ગાંજા ઉતરી રહ્યો છે. કૃષ્ણની પવિત્ર નગરી કહેવાતા દ્વારકામાં હવે ચરસ-ગાંજા મળી રહ્યાં છે. છેલ્લા પંદર દિવસમાં કચ્છ અને દ્વારકાના દરિયા કિનારે ૬ વાર નશીલા દ્રવ્યો મોટી માત્રામાં મળી આવ્યા છે. આ ઘટનાઓ પરથી સ્પષ્ટ કહી શકાય કે, સૌરાષ્ટ્ર-કચ્છ વાયા ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. અગાઉના કેસોમાં આરોપીઓની ભાળ નથી મળી. હાલ દ્વારકા અને કચ્છનો દરિયો ડ્રગ્સના દાણચોરોનું સોફ્ટ ટાર્ગેટ બન્યા છે. સતત મળી રહેલા આ પેકેટોને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. કચ્છમાં સતત માદક પદાર્થ મળવાના મામલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જાકે, દરિયામાં કઈ દિશામાંથી આ ચરસ આવ્યા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
યાત્રાધામ દ્વારકા નજીક આવેલ રૂપેણ બંદર પાસેથી આજે પણ બિનવારસુ ચરસ મળી આવ્યું છે. ૧૨૩૦ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો, જેની બજાર કિંમત ૬૧.૫૦ લાખ રૂપિયા થાય છે. દેવભૂમિ દ્વારકા ર્જીંય્ ને પેટ્રોલિંગ દરમિયાન રૂપેણ બંદર દરિયા કિનારેથી આ ચરસનો જથ્થો મળ્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી બિનવારસુ ચરસ ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા દરિયાઇ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવી રહ્યું છે. દ્વારકા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચાલુ કરાઈ છે.
તારીખ ૧૫ મે, ૨૦૨૬ કચ્છના બંદરે અમદાવાદ એનસીબીની કાર્યવાહીમાં ૧૪૦ કિલો ડ્રગ્સ જપ્ત કરાયો હતો. વુલની આયાતના નામે જાખમી નસીલા પદાર્થ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. બંદર પરની એક જેટીમાં સાંજથી શરૂ થયેલી કાર્યવાહીમાં એક આયાતી કન્ટેનરમાં અમદાવાદ એનસીબી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ શોધ્યું હતું. સીરિયાના લટકિયા બંદરેથી ઉનના ઓઠા તળે આવેલ ડ્રગ્સ કેપ્ટામાઇન હોવાનું અને તેની કિંમત ૧૫૫ કરોડ હોવાની પ્રાથમિક માહિતી છે. દિલ્હીની કંપનીએ આ ઓર્ડર કર્યો હોવાની માહિતી મળી છે. કચ્છના પીંગલેશ્વર દરિયાકાંઠેથી રૂ. ૫ કરોડના ચરસના ૧૦ બિનવારસુ પેકેટ મળ્યા હતા. સ્ટેટ મરીન પોલીસના જાઈન્ટ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરાઈ હતી.
તારીખ ૧૨ મે, ૨૦૨૬ કચ્છ દરિયાઈ સરહદે જખૌ તેમજ કોઠારા નજીકના દરિયાકાંઠેથી ડ્રગ્સના વધુ ૨૦ પેકેટ મળી આવ્યા હતા. સૈયદ સુલેમાન ટાપુ પર પેટ્રોલિંગ દરમિયાન જખૌ મરીન પોલીસ, સ્ટેટ આઈ.બી અને એસ.ઓ.જીને સફળતા મળી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ જવાનોને પેટ્રોલિંગ દરમિયાન બિન વારસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા. આ ડ્રગ્સના પેકેટને એફએસએલ માટે મોકલવામાં આવ્યા હતા.
તારીખ ૭ મે, ૨૦૨૬ કલ્યાણપુરના હર્ષદ દરિયાકાંઠેથી ૨.૨૭ કરોડનું બિનવારસી ચરસ મળી આવ્યું હતું પોલીસે ૪.૫૪૮ કિલોગ્રામ ચરસ કબજે કરી તપાસ હાથ ધરી હતી. કલ્યાણપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. દરિયાઈ વિસ્તારમાં પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને શંકાસ્પદ પેકેટો મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. કલ્યાણપુર પોલીસ સ્ટાફ હર્ષદ ગામની સીમમાં સિકોતેર માતાજીના મંદિર પાસે દરિયાકાંઠાના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન ફિલ્ટર પ્લાન્ટની પાછળના ભાગેથી પ્લાસ્ટિક પેકિંગમાં વિંટળાયેલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. કલ્યાણપુર પોલીસ એસઓજીની ટીમે સાથે ડોગ સ્ક્વોડ સાથે રાખી તપાસ હાથ ધરતા વધુ બે પેકેટો મળી આવ્યા હતા. આમ, કુલ ૪.૫૪૮ કિલોગ્રામ ચરસ કુલ ૪ પેકેટો કબજે કરવામાં આવ્યા હતા
દેવભૂમિક દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, મળી આવેલા પેકેટો પર અરેબિયન પ્રો અને ચિક્કો ડીઓરો જેવું વિદેશી લખાણ તેમજ પાંડાના ચિત્રો જાવા મળ્યા હતા. પદાર્થની તીવ્ર વાસને જાતા એફએસએલ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ આ જથ્થો ઉચ્ચ ગુણવત્તાના ચરસ હોવાનું પ્રમાણિત થયું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ પકડાયેલા જથ્થાની કિંમત અંદાજે ૨,૨૭,૪૦,૦૦૦ થાય છે. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પકડાઈ જવાની બીકે અથવા અન્ય કોઈ હેરાફેરીના ઈરાદે આ જથ્થો દરિયાકાંઠે છોડી દેવામાં આવ્યો હોવાની શક્યતા છે. પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટની કલમ ૮, ૨૨, અને ૨૩ હેઠળ ગુનો નોંધીને પંચોની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કચ્છમાં બિનવારસુ ૧૦ ચરસના પેકેટ મળ્યા હતા.બીએસએફ ૧૭૬ બટાલિયનને મળેલી માહિતીના આધારે ક્રિક વિસ્તારમાંથી ૧૦ ચરસના પેકેટ કબ્જે કરાયા હતા. આ દિવસના આંકડા મુજબ, છેલ્લા ૧ અઠવાડિયા દરમ્યાન કચ્છમાં બીએસએફ જવાનોને બિનવારસુ કુલ ૪૦થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. તારીખ ૪ મે, ૨૦૨૬ કચ્છના લખપતના રોડાસર-મેડી નજીક આવેલા સુગર બેટ વિસ્તારમાં ચરસના ૧૦ પેકેટ મળ્યા હતા. બીએસએફ જવાનોના પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થના ૧૦ શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. આ દિવસના આંકડા મુજબ, કચ્છમાં ૪ દિવસ દરમ્યાન કુલ ૪૭ માદક પદાર્થના પેકેટ મળી આવ્યા હતા.








































