બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા ૪૩ વર્ષીય આરોપી પ્રતાપ આલુભાઇ ગોવાળીયા (રહે. રાયપર તા. ગઢડા)ને બાબરા પોલીસે ટેક્નિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સની મદદથી ટ્રેક કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ મુજબ ઇ.ડી.એફ. રિન્યુએબલ એનર્જી કંપનીમાં આરોપીઓ દ્વારા આશરે એક કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. કંપની તરફથી વળતર બાબતે આરોપીઓને વારંવાર નોટિસ આપવામાં આવતાં મનદુઃખ રાખી આરોપીઓએ પૂર્વ આયોજનબદ્ધ કાવતરું રચ્યું હતું. કંપનીના મેનેજર તથા કર્મચારીઓ નાની કુંડળ ગામે આવેલ સબ સ્ટેશનની મુલાકાતે આવ્યા હોવાની જાણ થતાં આરોપીઓએ પ્રાણઘાતક હથિયારો સાથે ફરીયાદીની ગાડી રોકી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.









































