ઉનાના બંધારડા ગામે રાજુલાના ઉચૈયા ગામની એક પરિણીતાને સાસુ-સસરાની ચડામણીથી પતિએ મારકૂટ કરી હતી. પતિએ લાફો મારી ત્રાસ આપ્યો હતો. આ અંગે વૈશાલીબેન વિશાલભાઈ જોગદીયા (ઉ.વ.૨૫)એ પતિ વિશાલ કનુભાઈ જોગદીયા, સાસુ નિમુબેન કનુભાઇ જોગદીયા તથા સસરા કનુભાઈ ધનાભાઇ જોગદીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના પતિ તથા સાસુ-સસરા અવારનવાર કરિયાવર બાબતે મેણાટોણા મારીને પતિને ખોટી રીતે ચડાવતા હતા.