રાજુલાના ડુંગર ગામે એક વેપારી પર ધારીયા વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે દિલીપભાઇ ચુનીભાઇ ગાજરીયા (ઉ.વ.૩૩)એ પલાભાઇ દુલાભાઇ ચંપટ તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, દિલીપભાઇ પોતાનું મોટરસાયકલ લઈને ડુંગર ગામે સાબુ વેચવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન બસ સ્ટેશન તરફ જવાના રસ્તા પર આરોપીઓ ઉભા હતા અને બે અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા. ત્યારબાદ આરોપી પલાભાઇ દુલાભાઇ ચંપટે તેમના હાથમાં રહેલા લોખંડના ધારીયાનો એક ઘા દિલીપભાઇના માથાના ભાગે મારી દીધો હતો, જેના કારણે તેમને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. હુમલાને કારણે તેઓ નીચે પડી જતાં આરોપીઓએ પગના ભાગે પણ ધારીયાનો ઊંધો ઘા મારી મુંઢ ઇજા પહોંચાડી હતી.