સાવરકુંડલા તાલુકા કક્ષાના શાળાકીય રમોત્સવમાં થોરડીની લોકવિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે શાનદાર દેખાવ કર્યો છે. કબડ્ડી સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં અંડર-૧૪માં ભાઈઓની ટીમ તાલુકામાં વિજેતા બની હતી. અંડર-૧૬માં બહેનોની ટીમ બહેનોની ટીમે દબદબો જાળવી રાખતા હરીફ ટીમો સામે બિનહરીફ વિજેતા જાહેર થઈ હતી.