ખીજડીયા જંકશન ગામે તૂફાન ગાડીમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ૪૪૦ બોટલ ઝડપાઈ હતી. હાલ અડતાળા ગામે રહેતો મૂળ મધ્યપ્રદેશનો જામસિંહ સુમલાભાઈ પચાયા (ઉં.વ.૨૧) તૂફાન ગાડી લઈને નીકળ્યો હતો. તેને અટકાવી તલાશી લેતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૪૦ બોટલ મળી આવી હતી. પોલીસે તૂફાન ગાડી, દારૂની બોટલો અને બે મોબાઈલ મળી કુલ રૂ. ૨,૯૪,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ ઉપરાંત, જિલ્લામાં ૫ સ્થળેથી ૧૩ લીટર દેશી દારૂ પકડાયો હતો. પીઠવાજાળ ગામથી વિઠ્ઠલપુર ખંભાળીયા ગામ જવાના રસ્તે ગૌચરમાંથી દેશી દારૂ બનાવવાનો ૪૫૦ લીટર આથો તથા દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. પોલીસે બાઈક, દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૩૬,૮૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.










































