સાવરકુંડલા ખાતે કે.કે. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય વારસા પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી ‘ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા-૨૦૨૬’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય ચેતનકુમાર ગુજરીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી પરીક્ષામાં શાળાના કુલ ૮૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ અંગેના વિવિધ વિષયોનું જ્ઞાન મેળવવાની સાથે પોતાની સમજણ પણ કસોટી પર ચકાસી હતી.