સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા મહિલાનું જટિલ ટ્યુબલ રીકેનલાઈઝેશન ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. અગાઉ બે સંતાનોના જન્મ બાદ મહિલાએ વંધ્યીકરણનું ઓપરેશન કરાવ્યું હતું. બંને સંતાનોના અવસાન બાદ ફરી માતૃત્વની ઈચ્છા થતાં તબીબી તપાસ કરાવવામાં આવી હતી. ડા. રિયાના માર્ગદર્શન હેઠળ ડા. હસમુખ, ડા. કુલદીપ અને ર્નસિંગ સ્ટાફની ટીમે સફળ સર્જરી કરી હતી.









































