યુએસએ ઈરાનના ઉડ્ડયન ક્ષેત્ર સામે અત્યાર સુધીની તેની સૌથી કડક કાર્યવાહીની જાહેરાત કરી છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ચેતવણી આપી હતી કે ૨૩ સપ્ટેમ્બરથી વિશ્વભરમાં તમામ ઈરાની એરલાઈન્સ સંપૂર્ણપણે ગ્રાઉન્ડેડ કરવામાં આવશે. “જા ઈરાની વિમાનો ઉતરશે, તો કોઈ પણ ઈંધણ, લેન્ડિંગ સેવાઓ પ્રદાન કરી શકશે નહીં અથવા ટિકિટ વેચી શકશે નહીં,” બેસન્ટે ચેતવણી આપી હતી. “ઈરાની વિમાનોને કોઈપણ પ્રકારની સહાય પૂરી પાડતો કોઈપણ દેશ, એરપોર્ટ અથવા કંપની ડોલર-આધારિત નાણાકીય વ્યવસ્થામાંથી તાત્કાલિક અને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવશે.”
બીજી બાજુ, ઈરાનના સેન્ટ્રલ મિલિટરી કમાન્ડ, ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે, યુએસને ચેતવણી આપી છે કે જા તે ઈરાન સામે કોઈ નવી લશ્કરી કાર્યવાહી શરૂ કરશે, તો તે પશ્ચિમ એશિયામાં યુએસ બેઝ પર અત્યંત પીડાદાયક હુમલાઓ કરશે. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી આઇઆરએનએ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, ઈરાને દાવો કર્યો છે કે અમેરિકા પ્રાદેશિક દેશોના સમર્થનથી લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે.
સેનાએ કહ્યું કે જા યુએસ કોઈ ભૂલ કરશે, તો કોઈપણ વિચારણા વિના બદલો લેવામાં આવશે. ઈરાન તરફથી આ ચેતવણી યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ધમકી આપ્યા બાદ આવી છે કે જા ઈરાન પોતાનું વલણ નહીં બદલે, તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. દરમિયાન, મેરીટાઇમ સર્વેલન્સ એજન્સી યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં એક ઓઇલ ટેન્કર પર અજાણ્યા પ્રોજેક્ટાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા.