ધારી તાલુકાના હુડલીથી રામપરા જવાના માર્ગ પર સિંહોનું ટોળું પસાર થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એકસાથે અનેક સિંહો રસ્તા પરથી પસાર થતા
જોવા મળે છે. શિકારની શોધમાં સિંહો રસ્તા પર આવ્યા હોવાનું અનુમાન છે. આ દૃશ્યથી ધારી પંથકમાં ફરી સિંહોની હાજરીનો પરિચય થયો છે. ગીર પંથકમાં સિંહોની અવરજવર અવારનવાર જોવા મળે છે.








































